​રાજકોટ:
હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ પશ્ચિમ રેલવેના હાલના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેનના રૂટમાંથી રાજકોટ અને સુરેન્દ્રનગરને બાકાત રાખવા એ રાજકોટ જેવા મેટ્રો સિટીની જનતાનું સીધું અપમાન છે.
​તાજેતરના અહેવાલો મુજબ, આ નિર્ણયને કારણે સૌરાષ્ટ્રના મહત્વના સ્ટેશનો અને ખાસ કરીને રાજકોટના નાગરિકો આ પ્રીમિયમ સેવાથી વંચિત રહી ગયા છે. આ અંગે પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "રાજકોટ જેવા મેટ્રો સિટીને વંદે ભારત જેવી સુવિધાથી વંચિત રાખવા એ રાજકોટ શહેરની જનતાનું અપમાન છે."
​સંસ્થાએ આ મુદ્દે રેલ મંત્રીને તાત્કાલિક રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે અને માંગ કરી છે કે રાજકોટ-સુરેન્દ્રનગરના રૂટને વંદે ભારત ટ્રેનમાં પુનઃસ્થાપિત કરવામાં આવે. હ્યુમન રાઇટ્સ ફેડરેશન જનતાના હિતમાં આ અન્યાયી નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવે છે.
​સંપર્ક:
મહેન્દ્ર આયલાણી
પ્રમુખ, હ્યુમન રાઇટ્સ ફેડરેશન
મો. 8160602247