રાજકોટ:
હ્યુમન રાઇટ્સ ફેડરેશન Inc. ના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ ગંભીર આક્ષેપો સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી કરી છે. મહેન્દ્ર આયલાણીએ આક્ષેપ કર્યો છે કે તેમને વિજૂજી ઠાકોર અને જયંતિ શંકર ઠાકોર દ્વારા સતત જાનથી મારી નાખવાની અને ઉપાડી લેવાની ધમકીઓ મળી રહી છે.
મહેન્દ્ર આયલાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમના લગ્ન બાદ યુવતીના પિતા વિજૂજી ઠાકોર અને મામા જયંતિ શંકર ઠાકોર તેમને નિશાન બનાવી રહ્યા છે. આ અંગે મહેન્દ્ર આયલાણીએ અત્યંત વ્યથિત થઈને પોલીસ તંત્રને સીધો પ્રશ્ન કર્યો છે કે, "જો મને કંઈ પણ થશે, તો તેની જવાબદારી કોણ લેશે?" તેમણે ઉમેર્યું હતું કે, તેઓ એક સામાજિક સંસ્થાના પ્રમુખ તરીકે કાર્યરત છે અને આવી ધમકીઓને કારણે તેમનું જીવન ભયના ઓથાર હેઠળ છે.
આ મામલે મહેન્દ્ર આયલાણીએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને ઈ-મેઈલ અને રૂબરૂ અરજી કરીને આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી (FIR) કરવાની અને પોતાની સુરક્ષા પૂરી પાડવાની માંગણી કરી છે. આ મામલે તમામ પુરાવાઓ જેવી કે કોલ રેકોર્ડિંગ્સ અને મેસેજના સ્ક્રીનશોટ્સ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે.
હવે પોલીસ વહીવટીતંત્ર દ્વારા આ ગંભીર બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું.
સંપર્ક:
મહેન્દ્ર આયલાણી
પ્રમુખ, હ્યુમન રાઇટ્સ ફેડરેશન Inc.