રાજકોટ:
હ્યુમન રાઇટ્સ ફેડરેશનના રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ તન્ના દ્વારા રાજકોટના નવનિયુક્ત મેયરશ્રી નેહલ શુક્લની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હિતેશભાઈ તન્નાએ મેયરશ્રીને તેમના નવા પદ માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે હ્યુમન રાઇટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ વિશેષ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "મેયરશ્રી નેહલ શુક્લના કુશળ નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર અને ત્યાંની પ્રજાનો ચોક્કસપણે સર્વાંગી વિકાસ થશે."
સંસ્થા દ્વારા મેયરશ્રી નેહલ શુક્લનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની ઝલક ફોટો માં જોઈ શકાય છે.