શિક્ષાને વ્યાપાર બનાવી, દીકરીઓને આત્મહત્યા કરવા મજબૂર કરનારની હવે ખેર નથી..પ્રમુખ મહેન્દ્ર આયલાણી

​અમૃતસર:
ડીડીઆઈઆઈએસ (DDIIS) સ્કૂલ, અમૃતસર ખાતે ધોરણ ૧૨ની વિદ્યાર્થીની અમજોત કૌરની આત્મહત્યાની દુઃખદ ઘટના સામે હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ આકરા તેવર અપનાવ્યા છે. શિક્ષણના નામે ચાલતા વેપાર અને ફી માટે કરવામાં આવતા માનસિક ત્રાસ સામે હવે ફેડરેશને કાયદાકીય જંગ છેડ્યો છે.

​હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા શાળા મેનેજમેન્ટને સત્તાવાર નોટિસ પાઠવી આગામી ૧૫ દિવસમાં પીડિત પરિવારને ૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે. આ અંગેની વિગતો અને નોટિસની નકલ માં દર્શાવ્યા મુજબ પંજાબ સરકારના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને અમૃતસરના જિલ્લા કલેક્ટરને પણ મોકલી દેવામાં આવી છે.

​હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે:
"શિક્ષાને વ્યાપાર બનાવી, દીકરીઓને આત્મહત્યા કરવા મજબૂર કરનારની હવે ખેર નથી. શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, શોષણનું સાધન નહીં. જો ૧૫ દિવસમાં ન્યાય અને વળતર નહીં મળે, તો હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા સમગ્ર દેશમાં લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવામાં આવશે."

​નકલ રવાના:
૧. માનનીય મુખ્યમંત્રીશ્રી, પંજાબ સરકાર
૨. માનનીય શિક્ષણ મંત્રીશ્રી, પંજાબ સરકાર
૩. માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, અમૃતસર

​જાહેર કરનાર:
મહેન્દ્ર આયલાણી
પ્રમુખ, હ્યુમન રાઇટ્સ ફેડરેશન