હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા કેનેડામાં અભ્યાસ કરતી ગુજરાતના આણંદની
૨૨ વર્ષીય યુવતીના દુઃખદ અને શંકાસ્પદ મૃત્યુના મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને તાત્કાલિક અસરથી સત્તાવાર આવેદનપત્ર પાઠવીને કડક તપાસની માંગ કરવામાં આવી છે.
સંસ્થાના પ્રમુખ [મહેન્દ્ર આયલાણી] એ જણાવ્યું હતું કે, "કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. અમે આ ઘટનાની પારદર્શક તપાસ, ગુનેગારોને કડક સજા અને મૃતક યુવતીના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા કેનેડા સરકારને આગ્રહ કર્યો છે."
હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો કેનેડા સરકાર આ મામલે સત્વરે કાર્યવાહી નહીં કરે અને પરિવારને ન્યાય નહીં મળે, તો સંસ્થા દ્વારા આગામી દિવસોમાં શાંતિપૂર્ણ પણ મજબૂત લોકશાહી ઢબે આંદોલન છેડવામાં આવશે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.
આ સંદર્ભે સંસ્થાએ કેનેડાના વિદેશ મંત્રાલય (Global Affairs Canada) તથા ભારતીય દૂતાવાસને પણ પત્ર વ્યવહાર કરી ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
પ્રમુખ, હ્યુમન રાઈટ્સ ફેડરેશન મહેન્દ્ર આયલાણી