ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના પગાર સમયસર ન મળવા અને વધતી મોંઘવારી વચ્ચે વેતનમાં વધારો ન થવાની સમસ્યાઓ બાબતે 'હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc)' દ્વારા સીધી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અરજી કરી રજૂઆત કરવામાં આવી છે.
​સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર અયાલાનીએ જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ ૨૦ જૂન ૨૦૨૬ ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
​ફેડરેશનની મુખ્ય માંગણીઓ:
૧. GRD જવાનોને દર મહિનાની નિર્ધારિત તારીખે વેતન મળે તેવી સ્થાયી વ્યવસ્થા કરવામાં આવે.
૨. વર્તમાન મોંઘવારીના સમયને ધ્યાનમાં રાખીને GRD જવાનોના વેતનમાં યોગ્ય અને સન્માનજનક વધારો કરવામાં આવે.
​હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc) એ ચીમકી ઉચ્ચારી છે કે, જો જવાનોના આ ન્યાયી પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો ફેડરેશન દ્વારા લોકશાહીના માર્ગે વધુ આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. જવાનોનું આર્થિક શોષણ અટકાવવા માટે ફેડરેશન મક્કમ છે.